મોરબી લાતીપ્લોટ, ધર્મસૃષ્ટિ સોસાયટી, કુબેરનું નાલું સહિતના વિવિધ કામો હાથ ઉપર લેવાયા
મોરબી : હાલ મોરબીમાં દિવાળી ટાઈમે જ વિકાસના ધૂમ ધડાકા શરૂ થયા છે. નગરપાલિકા દ્વારા લાતીપ્લોટમાં વરસાદી પાણી નિકાલથી લઈ સીસીરોડ બનાવવો, કુબેર નગરને જોડતા માર્ગનું નાલું બનાવવા સહિતના વિવિધ 15 કામો માટે 4003.95 લાખના કામો માટે ટેન્ડર આમંત્રિત કરાયા છે અને આગામી તા.5ને લાભપાચમના ટેક્નિકલ બીડ ખોલવામાં આવશે.સારા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર છલકાવી તેમજ વિવિધ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીથી કાયમી છુટકારો ઇચ્છતા મોરબીના શહેરીજનો માટે દિવાળી સમયે જ વિકાસની તડાફડી શરૂ થઈ હોય નવલા વર્ષમાં મોરબીમાં વિકાસકામોની વણઝાર શરૂ કરવા મોરબી નગર પાલિકા દ્વારા 40003.95 લાખના વિવિધ કામો માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે.
આ ટેન્ડરમાં ખાસ કરીને ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ હબ ગણાતા લાતી પ્લોટમાં સીસીરોડ બનાવવા અને વરસાદી પાણી નિકલના કામોને પ્રયોરિટીમાં લઈ બીજા પ્રયત્ને 1900 લાખથી વધુના ખર્ચે દોઢ વર્ષની સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.
આ ઉપરાંત મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં સીસી રોડ બનાવવા, વરસાદી પાણીનો નિકાલ કરવો, પેવર બ્લોક નાખવા, જુદી જુદી ત્રણ જગ્યાએ ડામર રોડ બનાવવા, તાલુકા સેવા સદન પાછળના માર્ગને સીસી રોડ બનાવવો, રબારી વાસ લીલાપર રોડ ઉપર સ્લેબ કલવર્ટ, કુબેર સોસાયટી સામે સ્લેબ કલવર્ટ, ઉપરાંત કબીર ટેકરી, સાધુ વાસવાણી સોસાયટી અને સુમતિ નગર એરિયામાં સીસી રોડના કામો માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ટેન્ડરની ટેક્નિકલ બીડ ખોલવા માટે લાભ પાચમને 5 નવેમ્બરનો સમય નિયત કરાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide