અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો
મોરબી : હાલ બે વર્ષ બાદ રાક્ષસી કોરોનાની વિદાય થતા આજે મોરબીમાં હોળી ધુળેટી પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ઠેરઠેર હોલિકા દહન થયા બાદ આજે ધુળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. જ્યારે સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા ધૂળેટીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે ધુળેટીની ઉજવણીમાં છાકટા બનતા તત્વોને પોલીસે સીધાંદોર કરી દીધા હતા.અને આવરા તત્વોની શાન ઠેકાણે લાવી હતી. જો કે બે વર્ષ બાદ આ વખતે કોરોનાની પરિસ્થિતિ એકદમ નોર્મલ હોવાથી લોકોએ ભયમુક્ત બનીને ધુળેટીની રંગારંગ ઉજવણી કરી હતી. તો ઘણા લોકો પોતાના પરિવાર કે મિત્રો સાથે બહારગામ ફરવા જઈને ધૂળેટીની ઉજવણી કરી હતી.કોરોનાની વિદાય સાથે જ ઉત્સવપ્રિય મોરબી શહેરે મોંઘવારી અને મંદીનો માર તથા તમામ દુઃખ દર્દોને કોરાણે મૂકી હોળી ધુળેટીની શાનદાર ઉજવણી કરી હતી.હોળીની રાત્રે શહેરના તમામ વિસ્તારો તથા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું.બીજા દિવસે ધૂળેટીની નિર્દોષ મોજ મસ્તી અને ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરી હતી.અબાલ વૃદ્ધ સહિત સોકોઈ એકબીજા પર રંગો ઉડાડીને આત્મીયતાના રંગે રંગાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide