ગુજરાતમાં રણકાંઠાના વિસ્તારોમાં રહેતા ૧૦ એકર મીઠાના અગરીયા ભાઈએાની હાલત ખરાબ છે તેએા પોતાના કુટુંબ પરીવારો સાથે મીઠાના અગરમાં ઝુપડીબાંધી તાપમાં શરીરની ચામડી બાળી રાત દિવસ મહેનત કરીને માંડ માંડ પોતાનું નિર્વાહ ચલાવતા હતા તેવામાં વિશ્વભરમા કોરોના વાઈરસે જીંદગી અસ્તવ્યસ્ત કરી નાંખી છે. ભારતભરમા કોરોનાને લીધે લોકડાઉન સાથે તમામ મજૂર પરીવારોની જીંદગીને અસર પડી છે પરંતુ સૌથી ખરાબ હાલ તો ગામડાઓમાં રહેતા ૧૦ એકર જમીનમા મીઠું પકવતા ગરીબ પરીવારોની છે.મોરબી જીલ્લામાં હરીપર ગામ -૪૦ જેટલા મીઠાના અગરીયા પરીવારો છે. જાજાસર -૪૫ , બગસરા -૧૫, નવલખી અને વર્ષામેડી -૨૦, વેણાસર -૨૫, ચીખલી -૧૮, ટીકર -૬૦ ની આસપાસ રહે છે. ઉપરોક્ત -૧૦ એકર જમીનમા મીઠું પકવી પોતાના પરીવારો સાથે કે જયાં કોઈ જ જાતની સુવિધા મળતી નથી અને પરેશાની ભોગવી રહ્યા છે સાથે જ આ પરીવારો વર્ષોથી બદતરજીંદગી ભોગવી રહયા છે ઉપરોકત કુટુંબ પરીવાર પાસે વિધાેટી ભરવાના પૈસા નથી હોતા અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાંથી ઉગારવા ૧૦ એકર જમીનમા મીઠું પકવવા માટે જે લીઝ આપેલ તે હજી સુધીમાં ધણા લોકોની લીઝ રીન્યુ કરેલ નથી અને આ પૈકી મેાટા ભાગના કેાળીસમાજના લોકો શિક્ષણથી પણ વંચીત હોઈ નિયમો કાયદાથી અજાણ હોઈ આ તમામ ૧૦ એકર મીઠા અગરીયા પરિવારાેને સહાય આપવાની માંગ અખીલ ભારતીય કોળી સમાજ મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પી.શિરોહીયા (પુર્વ કાઉન્સીલર મેારબી પાલીકા) એ રાજયના મુખ્યમંત્રીને કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide