જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મીટીંગ આજ રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ મીટીંગના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર જે.બી. પટેલ રહ્યા હતા.મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ૨.૬૪ કરોડથી વધુની ૧૩ ગામોને તાંત્રીક મંજુરી મળી હતી. જેમાં વાંકાનેર તાલુકાના ૧૧ ગામો, હળવદ તાલુકાનું ૧ ગામ અને ટંકારા તાલકાનું ૧ ગામનો સમાવેશ થાય છે. એન.આર.ડી.ડબલ્યુ.પી. (કવરેજ) કાર્યક્રમ હેઠળ વર્ષ-૨૦૨૦-૨૧માં કુલ ૫૨ લાખના કામો પૂર્ણ તેમજ ૩૦ જેટલી યોજનાઓ પ્રગતિમાં છે. આ યોજના પૂર્ણ થતા ૬૪ હજારથી વધુ લોકોને ફાયદો થશે.
જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ આ મીટીંગમાં જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓને તાંત્રીક મંજુરી મળેલ ગામોને વહિવટી મંજુરી આપવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ વર્ષ ૨૦૨૦-૨૧માં પૂર્ણ થયેલ ગ્રામ્ય પાણી વિતરણ યોજનાઓના હિસાબો તથા એન.આર.ડી.ડબલ્યુ.પી. કાર્યક્રમ હેઠળ થયેલ ઇ-ટેન્ડર વંચાણે મુકવામાં આવ્યા હતા. જલ જીવન મિશન કાર્યક્રમ પ્રગતિ હેઠળ ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ ટકા ટેપ કનેકટીવીટીમાં બાકી ગામો વિશે કલેકટરશ્રીએ માહિતી મેળવી હતી. વાસ્મો ગાંધીનગર કચેરીના પરિપત્રો વિશે ચર્ચા કરવામાં આવેલ હતી.
આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારીપરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતિરા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી. ભરખડા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કાર્યપાલક ઇજનેર પી.એ.સોલંકી, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના યુનિટ મેનેજર તથા સભ્ય સચિવ જે.એચ. જાડેજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના જે.જી.વોરા, વોસ્મોના જિલ્લા કો ઓર્ડીનેટર કિરીટ બરાસરા સહિતના કચેરીનો સ્ટાફ હાજર રહેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide