ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ઘાણવો નીકળ્યો
મોરબી : રાજ્યના ગૃહવિભાગે ગુજરાતના જિલ્લાઓમાં ૪૭ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતર જિલ્લા બદલીના હુકમો કર્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાંથી પણ બે પીઆઇની અન્યત્ર બદલી કરવામાં આવી છે.
રાજ્યના ગૃહવિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા ૪૭ પીઆઈની આંતર જિલ્લામાં બદલીઓ કરવામા આવી છે. આ પ્રક્રિયા હેઠળ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા બે પીઆઈની પણ બદલીઓ કરાઈ છે. મોરબી બી ડિવિઝનના પીઆઈ પી.બી. ગઢવનીની દેવ ભૂમિ દ્વારકા અને લિવ ઇન રિસર્વમાં રહેલા સંદીપ ખાંભલાની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં પી.એ. દેકાવડીયાને મોરબી જીલ્લામાં ફરજ પર મૂકાયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide