મોરબી જિલ્લામાં 5 લાખ લોકોના ડોર – ટુ – સર્વેમાં 800થી વધુને શરદી ઉધરસ

0
52
/

મોરબી,માળીયા,હળવદ અને વાંકાનેર પાલિકા વિસ્તારમાં 1.31 લાખ ઘરની મુલાકાત લેતું આરોગ્ય તંત્ર

હાલ પોશ વિસ્તારમાં કોરોનાનો તીવ્ર પગપેસારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે

મોરબી : મોરબી જિલ્લામાં હાલ ત્રીજી લહેરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. હાલ મોરબી જિલ્લામાં કોરોનાના 1650 જેટલા કેસ એક્ટિવ છે.ખાસ કરીને શહેરના પોશ વિસ્તારમાં સૌથી વધુ કેસ આવતા આ વિસ્તારોમાં કોરોના અટકાવવા માટે કલેકટરના આદેશથી આરોગ્ય, શિક્ષણ અને વહીવટી તંત્ર દ્વારા સઘન સર્વેની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોના અટકાવવા માટે ચાલી રહેલા સર્વેમાં તંત્રએ મોરબી,માળીયા,હળવદ અને વાંકાનેર પાલિકા વિસ્તારમાં 1.31 લાખ ઘરની મુલાકાત લીધી છે અને મોરબી જિલ્લામાં 5 લાખ લોકોના ડોર – ટુ – સર્વેમાં 800ને શરદી ઉધરસ હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી આરોગ્ય, શિક્ષણ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના અટકાવવા ડોર – ટુ – સર્વેની કામગીરી ચાલી રહી છે. મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદમાં અત્યાર સુધીમાં જુદી જુદી આરોગ્ય ટીમો દ્વારા 1.31,682 ઘરનો સર્વે કરાયો છે. જેમાંથી 5,59,842 લોકોના આરોગ્યની તપાસ કરાઈ છે. આ તપાસમાં 800 જેટલા શરદી ઉઘરસના કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત 680 લોકોનો આરટીપીસીઆર કરવામાં આવ્યો હતો.જ્યારે 8 ઘનવતરી રથ મારફત 350 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 52 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ ઉપરાંત 700 લોકોને આર્યુવેદીક દવા અને 200 લોકોને હોમિયોપેથીક દવા અપાઈ છે.

આગામી સમયમાં હજુ પણ સર્વેને વધુ સઘન બનાવવા જિલ્લા કલેકટરે, ડે. કલેકટર, મામલતદાર અને આરોગ્ય અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.જેમાં મોરબીના લીલાપર અને ગોકુળનગર અર્બન સેન્ટરમાં વધુ કેસ નોંધાતા હોય આ સેન્ટર હેઠળના પોશ વિસ્તાર શનાળા રોડ, રવાપર રોડ, એવન્યુ પાર્ક, કેનાલ ચોકડી, રવાપર, સહિતના વિસ્તારમાં સઘન સર્વે કરવાનું નક્કી થયું છે અને વધુ ટીમો દોડાવીને આવતીકાલથી સઘન સર્વે શરૂ કરાશે અને બાકીના વિસ્તારમાં પણ સર્વેની કામગીરી તેજ કરીને 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ જણાવ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/