મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે નિર્મલભાઈ જારીયાની નિમણૂક કરવામાં આવી

0
41
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટિલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા એ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે મોરબીના અગ્રણી બિલ્ડર નિર્મલભાઇ સામતભાઈ જારીયાની નિમણૂક કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે નિર્મલભાઈ મોરબીના અગ્રણી સામતભાઈ આલાભાઈ જારિયાના પુત્ર છે. નિર્મલભાઈ મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ પદે ચાર વર્ષ સુધી રહી ચૂક્યા છે. તેમજ જિલ્લા ભાજપના મંત્રી તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. યુવા બિલ્ડર અને રાજકીય અગ્રણી તેઓને વિશાળ મિત્ર વર્તુળ અને શુભચિંતકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/