ભાજપની વિચારધારા સાથે સહમત યુવાનોને કાર્યકર્તા તરીકે પક્ષમાં જોડવામાં આવ્યા
મોરબી : હાલ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ખાનપર ગામ તથા ચાંચાપર ગામમાં યુવા મતદાર સંપર્ક અભિયાન યોજી ભાજપની વિચારધારા સાથે સહમત યુવાનોને કાર્યકર્તા તરીકે પક્ષમાં જોડવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા મોરબી તાલુકા મંડળ (૬૬ – ટંકારા પડધરી વિધાનસભા) વિસ્તારમાં યુવા મતદાર સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકાના ખાનપર ગામ તથા ચાંચાપર ગામે યુવા મતદારોનો સંપર્ક કરી ભાજપની વિચારધારા સાથે સહમત યુવાનોને કાર્યકર્તા તરીકે ખેસ પહેરાવી મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તથા મોરબી તાલુકા યુવા ભાજપ પ્રભારી જયદીપભાઈ સંઘાણી તથા મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિતેશભાઈ બાવરવા તથા મોરબી તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા દ્વારા પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide