70 જેટલા દર્દીઓને સારવાર અને તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું : હવે મોરબીની એપલ, ક્રિષ્ના અને નક્ષત્ર હોસ્પિટલમાં દર શનિવારે વિઝીટમા આવશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મૂળ મોરબીના અને હાલ અમદાવાદ સેવા આપતા જાણીતા કેન્સર સર્જન ડો. મંથન મેરજાએ કોરોનાની મહામારીના પગલે મોરબી જિલ્લાને થોડા સમય માટે પોતાની કર્મભૂમિ બનાવીને કેન્સરના કુલ 12 ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડયા છે. હવે તેઓ ફરી અમદાવાદ સેવા આપવા જઈ રહ્યા છે. જો કે તેઓની સેવા અહીં પણ દર અઠવાડિયે મળતી રહેશે.
તેઓના મોરબી સાથેના અનુભવ અંગે જાણીતા કેન્સર સર્જન ડો.મંથન મેરજાએ જણાવ્યું કે મોરબી જીલ્લાની જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તેઓએ ખૂબ પ્રતિસાદ આપ્યો છે. છેલ્લા 1 મહીનામા 70 કેન્સરના દર્દીઓને તપાસ્યા છે તેમજ તબીબી સલાહ આપી છે. અને 12 સફળ ઓપરેશન દ્વારા સારવાર કરી છે. હવે હું મોરબી શહેરમાંથી વિદાય લઈ ફરી અમદાવાદ સેવા શરૂ કરવા જય રહ્યો છું. હવે મોરબીમાં એપલ, નક્ષત્ર અને ક્રિષ્ના આ ત્રણ હોસ્પિટલો સાથે સંકળાયેલ રહીશ અને દર શનિવારે સવારે 10 થી12 વિઝિટિંગમાં સેવા પણ ચાલુ રહેશે.
કોરોનાના સમયમા કેન્સરના દર્દીઓએ ધ્યાન રાખવાની બાબતો
- માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગ માત્ર દર્દી એ જ નહીં પરંતુ એમની સાથે રહેતા બધા પરિવારજનો એ વધુ સાવચેતી થી પાડવું અત્યંત જરૂરી છે.
- કેન્સરના કારણે શરીરમાં ઇમ્યુનિટી ઓછી હોવાથી કોરોના અને એ સિવાય બીજા ઇન્ફેકશન લાગવાની શક્યતા વધારે હોઈ છે.
- બહારનો ખોરાક જો અસ્વસ્થ જણાય તો એનું સેવન ટાળો.
- મેજર ઓપરેશન પેહલા covid19 ટેસ્ટ અને HRCT Chest અવશ્ય કરાવવો. કેમકે જો subclinical corona ઈન્ફેકશન હોઈ તો એની સારવાર પેહલા લેવી વધારે જરૂરી છે. કેમ કે મેજર ઓપરેશન પછી ઓપરેશન ના સ્ટ્રેસ ના કારણે આવું subclinical latent viral ઇન્ફેકશન ગંભીર pneumonia મા ફેરવાઈ શકે છે.
- હોસ્પિટલમાં સારવાર શક્ય હોઈ ત્યાં સુધી અલગ રૂમમાં રહી ને લેવી. જેથી બીજા દર્દીયોમાંથી ચેપ લાગવાની શક્યતા ઘટી જાય.
- રિપોર્ટ્સ કરાવવા અલગ અલગ હોસ્પિટલમાં જવું પડે તો માસ્ક અને સેનિટાઈઝર અવશ્ય સાથે રાખવું.
અમારે ત્યાં અમદાવાદની શુભમ હોસ્લીટલમાં અમારી “Cancer Associates” ની ટીમ દ્વારા કેન્સરની સારવાર ચાલુ છે અને ઉપર લખેલ બધી કાળજી રાખીને સારવાર કરવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide