મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન

0
68
/
કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢી પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગણી  કરાઈ

મોરબી : હાલમા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના ધુણાસ્પદ બનાવના સમગ્ર દેશમાં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના મામલે ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ઘટનાના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢીને પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગ કરાઈ હતી

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોરબી શહેરમાં યુપીના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના ધુણાસ્પદ બનાવના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાની આગેવાનીમાં કાળી પટ્ટી ધારણ કરીને નહેરુ ગેટ ચોકથી ગાંધી ચોકમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી મૌનરેલી કાઢવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જ્યંતીભાઈ જેરાજભાઈ પટેલ, કિશોરભાઈ ચીખલીયા, નાથાભાઈ ડાભી, ભાનુબેન નગવાડિયા, કે.ડી.પડસુમબીયા, જયેશભાઈ કાલરીયા, રામભાઈ રબારી, રમેશભાઈ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જોડાઈને આ ધુણાસ્પદ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

કોંગ્રેસની મૌનરેલી મુખ્યમાર્ગો ઉપર ફરી હતી અને નહેરુ ગેટ ચોક ખાતે વિવિધ બેનેરો દર્શાવીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાદમાં મૌનરેલી નગરપાલિકા પાસે આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચીને ત્યાં પ્રતીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ સરકાર તથા યુપી સરકાર વિરોધી તથા પીડિતાને ન્યાય આપોની નારેબાજી કરી હતી. અને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગણી કરાઈ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/