મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દરમ્યાન રવિવારે મોરબી શહેરમાં ૧૧ અને તાલુકામાં ૧૦, માળીયાના વેણાસર ગામે એક સગીર અને હળવદમાં ત્રણ કોરોનાનો નવો કેસ નોંધાયો છે.
જેથી જીલ્લામાં આજની તારીખે કુલ મળીને કોરોનાના ૨૪૮ પોઝીટીવ કેસ થયા છે ગઈકાલે સવારે કોરોના પોઝીટીવ એક દર્દી કે જે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા હતા તેનું મોત થયું હતું અને સાંજના સમયે કોરોનાનો બોમ્બ મોરબી તાલુકામાં ફાટ્યો છે આજે જે કેસ આવ્યા છે તેમાં નવી પીપળી ગામે ૨૬ વર્ષ અને ૨૭ વર્ષના બે યુવાન, જૂની પીપળી ગામે ૪૭ વર્ષના યુવાન, ૬૫ વર્ષના વૃદ્ધ, ૧૯ વર્ષની યુવતી, ૧૮ વર્ષની યુવતી, ૨૦ વર્ષની યુવતી, ૫૫ વર્ષના મહિલા, ૩૮ વર્ષના મહિલા અને નવ વર્ષના બાળકનો સમાવેશ થાય છે તે ઉપરાંત શહેરમાં શક્તિ પ્લોટમાં ૨૨ વર્ષની યુવતી, કાયાજી પ્લોટમાં ડાયમંડ બ્યુટી પાર્લર વાળી શેરીમાં ૫૦ વર્ષના આધેડ, ૪૫ વર્ષના મહિલા, ૪૬ વર્ષના મહિલા, સોમૈયા સોસાયટીમાં ૪૭ વર્ષનો યુવાન, ૪૫ વર્ષના મહિલા, ઘાંચી શેરીમાં ૫૩ વર્ષના આધેડ અને વિશ્વકર્મા મંદિરમાં ૭૬ વર્ષના વૃદ્ધને કોરોના પોઝીટીવ આવેલ છે જેથી તેની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે જો કે, મોડી રાતે વધુ પાંચ કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા જેમાં જનકનગરમાં ૮૦ વર્ષના વૃદ્ધ, હ્દાણીની વાડીમાં ૩૩ વર્ષના મહિલા, માળિયા તાલુકાના વેણાસર ગમે એક સગીર, હળવદની સોનીવાડમાં ૫૬ વર્ષના આધેડ મહિલા અને કૃષ્ણનગરમાં ૫૪ વર્ષના આધેડને કોરોના પોઝીટીવ આવ્યો છે હજુ પણ મોરબી જીલ્લામાં કોરોનાના કેસ વધે તે વાતને નકારી શકાય તેમ નથી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide