નિયમ પાલન અંગે પોલીસ સતત પ્રયાસ કરેછે પરંતુ હજુ લોકોમાં જાગૃતિનો અભાવ અને બેદરકારી જાનલેવા સાબિત થઇ શકે છે
(Exclusive Report : રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં જિલ્લા પોલીસવડા ડો. કારનરાજ વાઘેલા તથા તેમની સમગ્ર પોલીસ ટિમ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ અને માઈક અનાઉન્સમેન્ટ દ્વારા લોકોને કોરોના અંગે જાગૃત રહી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા કાબિલેદાદ કામગીરી ચાલી રહી છે ત્યારે લોકોમાં ક્યાંક હજુ પણ જાગૃતિનો જાનલેવા અભાવ જોવા મળી રહ્યો છે.
આ તસ્વીર જે અમે આપણે બતાવી રહયા છીએ અને સૌ પ્રથમ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પર આપ જોઈ રહયા છો તે તસવીરો છે મોરબીની જૂની સેવાસદન કચેરીની કે જ્યા વારંવાર પોલિસ દ્વારા સમજાવા છતાં લોકો ધરાર સોશ્યલ ડિસ્ટન્સ ન રાખી આફતને આમંત્રણ આપતા જોવા મળી રહયા છે, અત્રે નોંધનીય છે કે આજે સોમવારે પણ બપોરે 3:30pm સુધીમાં નવા 5 કેસ નોંધાઈ ચુક્યા છે જે જિલ્લામાં કુલ અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કુલ 248 જેટલા કકોરોના પોઝિટિવ કેસ આવી ચુક્યા છે છતાં પણ હાજી લોકોમાં સાવધાની અને જાગૃકતાનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે તે પણ શરમજનક વાત છે. જુઓ આ તસવીરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide