મોરબી જીલ્લામાં કોરોનાના વધતા કેસોને પગલે કોર્ટ કેમ્પસમાં બિનજરૂરી પ્રવેશ પ્રતિબંધ જારી

0
95
/

મોરબી જીલ્લામાં કોરોનાના વધતા કેસોને પગલે કોર્ટ કેમ્પસમાં બિનજરૂરી પ્રવેશ પ્રતિબંધ

પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર મારફત જાણ કરવામાં આવી

મોરબી: તાજેતરમા મોરબી જીલ્લામાં પણ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે કોર્ટ કેમ્પસ માં બિન જરૂરી વ્યક્તિઓ, અરજદારો અને પક્ષકારોએ પ્રવેશ કરવો નહિ અને બિનજરૂરી વ્યક્તિને સાથે રાખવા નહિ તેવી સુચના આપવામાં આવી છે
મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝા દ્વારા પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે જીલ્લા અદાલત મોરબી તથા મુખ્ય મથક ખાતેની તમામ અદાલતોમાં ચાલી રહેલ કેસ/દાવાઓના તમામ પક્ષકારો તથા આરોપીઓ તેમજ પ્રેક્ટીસ કરતા તમામ વકીલોને જણાવ્યું છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે જેથી પરિપત્રથી જાહેર કરવામાં આવે છે કે મુખ્ય જીલ્લા અદાલત મોરબીના કોર્ટ કેમ્પસમાં બિનજરૂરી વ્યક્તિઓ, અરજદારો તથા પક્ષકારોએ પ્રવેશ કરવો નહિ તેમજ પોતાની સાથે અન્ય બિન જરૂરી વ્યક્તિઓને સાથે રાખવા નહિ
તેમજ જીલ્લા અદાલત મોરબી તથા મુખ્ય મથક ખાતેની તમામ અદાલતોમાં પ્રેક્ટીસ કરતા વકીલોને જણાવ્યું છે કે તેઓએ બિનજરૂરી પક્ષકારો/આરોપીઓને કોર્ટ કેમ્પસ ખાતે હાજર રખાવવા નહિ તેમજ વકીલોએ કોર્ટ કેસ સબબ કાર્યવાહી પૂર્ણ થતા કોર્ટ રૂમ છોડી દેવો અને આ પરિપત્રનો અમલ તા. ૨૪ માર્ચથી તા. ૧૫ એપ્રિલ સુધી કરવાનો રહેશે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/