મોરબી જીલ્લામાં કોરોનાના કેસ 100 ઉપર પહોંચ્યા

0
250
/

મોરબી : હાલ  જીલ્લામાં કોરોના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે જીલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા છે તો બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લામાં આજે નવા ૧૮ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૫ અને શહેરી વિસ્તારમાં ૦૯ કેસો, ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૩ કેસો મળીને નવા ૧૮ કેસો નોંધાયા છે તો આજે બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લામાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને નવા ૧૮ કેસો નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક સદીને પાર કરી ચુક્યો છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૦૪ થયો છે

આજ રોજ ના કુલ 18 કેસ પૈકી 4 વિધાર્થીઓ પોઝીટીવ આવેલ છે..

નાલંદા વિધાલય – 1.
ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ – 1.
દર્શન ઇન્સ્ટિટ્યૂટ (રાજકોટ) – 1.
આર્ય વિદ્યાલય – ટંકારા – 1.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/