મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ છૂટછાટો શરતોને આધીન છે. તેમજ અમુક નિયમોનો અમલ કરવો ફરજીયાત છે. જેમાં રાતના 9 થી સવારના 5 વાગ્યા કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે રાત્રીના 9 વાગ્યા બાદ મેડિકલ ઇમરજન્સી સિવાય વોકિંગ કરવા સહિતના બિન જરૂરી કામો માટે બહાર નીકળેલા લોકો સામે જાહેરનામાના ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરેલ હતી.
ગઈકાલે તા. 17ના રોજ મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં રાત્રીના બિનજરૂરી કામ માટે બહાર નીકળી જાહેરનામા ભાંગના 16 કેસમાં 20 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં રવાપર રોડ સહિતના વિસ્તારોમાં રાત્રીના 9 વાગ્યા બાદ જમીને વોકિંગ કરવા કે ટહેલવા નીકળેલા લોકો પોલીસની ઝપટે ચડી ગયા હતા. આ લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide