મોરબી જિલ્લાના ડેમોની રાત્રીના 10 વાગ્યાની સ્થિતિની વિગત

0
116
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા મોરબીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. તેવામાં મોરબી જિલ્લાના તમામ ડેમો ગઈકાલથી પાણીની પુષ્કળ આવક થતા દરવાજા ખોલવાનો સિલસિલો ચાલ્યો હતો. જો કે મેઘવીરામને પગલે હવે ડેમોમાં પાણીની આવક ઘટી રહી છે. ત્યારે જાણો 24 ઓગસ્ટ, સોમવાર રાત્રે 10 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ..

1. મચ્છુ-2 ડેમ, 41000 ક્યુસેકની જાવક, 8 દરવાજા 8 ફુટ ખુલ્લા

2. મચ્છુ-1 ડેમ, 21233 ક્યુસેક જાવક, 2.10 ફૂટ ઓવરફ્લો

3. ડેમી-1 ડેમ, 3712 ક્યુસેકની આવક, 0.19મી. ઓવરફ્લો

4. ડેમી-2 ડેમ, 3880 કયુસેકની જાવક, 5 દરવાજા 1 ફૂટ ખુલ્લા

5. બંગાવડી ડેમ, 1085 ક્યુસેકની જાવક, 0.40 મી. ઓવરફ્લો

6. ડેમી-3 ડેમ, 20855 કયુસેકની જાવક, 10 દરવાજા 3 ફુટ જેટલા ખુલ્લા

7. મચ્છુ 3 ડેમ, 51743 ક્યુસેકની જાવક, 9 દરવાજા 6 ફુટ અને 1 દરવાજો 5 ફૂટ ખુલ્લો

8. ઘોડાધ્રોઇ ડેમ, 2994 કયુસેકની જાવક, 2 દરવાજા 1 ફુટ ખુલ્લા

9. બ્રાહ્મણી- 2 ડેમ, 20282 કયુસેકની જાવક, 6 દરવાજા 4 ફુટ ખુલ્લા

10. બ્રાહ્મણી-1 ડેમ, 27530 કયુસેકની જાવક, 2 ફૂટે ઓવરફ્લો

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/