પાક વીમા સહિતના પ્રશ્ને સરકારને ઢંઢોળવા માટે નવતર આંદોલન કરવા ખેડૂતો સજ્જ
મોરબી : હાલ ગુજરાતભરમાં ખેડૂતો પોતાની ત્રણ માંગણીને લઈ પાકવિમા કંપનીઓ સામે બાંયો ચડાવીને અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. જેમાં ડીઝીટલ આંદોલનની શરૂઆતમાં બહુ જ લોકોને લઈ શરૂ થયું હતું. પણ ખેડૂતોની માંગણી અને વિરોધ કરવાની શૈલી અલગ હોવાથી થોડા મહિનાઓના અંતરે 56 લાખ ખેડૂતોએ આ આંદોલનમાં જોડાઈને કોરોના મહામારી વચ્ચે પણ પોતાની ત્રણ માંગણી સાથે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર ડિજિટલ સભાઓ ચાલુ કરી ત્યારબાદ જીલ્લાવાઇઝ ઘર કે ખેતરમાં બેસીને ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું. હવે આ ડિઝીટલ આંદોલન વેગવતું કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આગામી રવિવારે ગુજરાત ભરમાં ખેડૂતો ગામડે ગામડે વૃક્ષો વાવશે અને તે વૃક્ષનું નામ પણ જગતાત આપશે.
આ નવતર આંદોલન વિશે જગતતાત ડીઝિટલ આંદોલનના પ્રણેતા જે. કે. પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ અને સંજોગો જોતા કોરોના મહામારી વચ્ચે સરકારને લેખીત કે મૌખિક રજૂઆત કરવાની જગ્યાએ ખેડૂતો દ્વારા જગતાત ડીઝિટલ આંદોલન મારફતે ગામડે ગામડે પોતાના ઘર કે વાડીએ રહી ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે. ડિજિટલ સભાઓ ગજવવામા આવી અને હવે આવનારી પેઢીઓને પણ ઉપયોગ થાય અને એમના પૂર્વજોને યાદ કરે કે જગતાત ડીઝિટલ આંદોલન થકી આવા અનોખા વિરોધ કરી પ્રકૃતિને શણગારી સ્વચ્છ વાતાવરણ આપીને ખેડૂતો પોતાની દેણા માફી, વિમા માફી અને ખેડૂત આગેવાન પર અત્યાચારના મુદ્દાને લઈને આવો અનોખો વિરોધ નોંધાવી પોતાની માંગણીને વળગી રહ્યા હતા. અને પોતાની માંગણી સાથે સાથે આજે પ્રકૃતિને સ્વચ્છ વાતાવરણની ભેટ આપી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide