મોરબી જીલ્લામાં નકલી બિયારણનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

0
23
/

મોરબી: હાલ જીલ્લામાં ચોમાસાના સીઝન દરમીયાન વેપારીઓ દ્વારા નકલી બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય જેના પગલે ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓની તપાસ નકલી બીયારણનું વેચાણ અટકાવવા માંગ કરી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ખેડૂતોને નકલી બિયારણ ધાબડતા એગ્રોધારક અને દુકાનદારો પર બાજ નજર રાખવા આપની કક્ષાએથી ખેતીવાડી અધિકારીને યોગ્ય આદેશ કરવા જરૂરી છે નકલી બિયારણને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને દેવાના ડુંગર તળે ખેડૂતો દબાઈ જતા હોય છે જેથી આપના દ્વારા કડક સુચના સાથે આદેશ આપવામાં આવે તો નકલી બિયારણ વેચતા તત્વો પર કંટ્રોલ આવશે જેથી તાત્કાલિક યોગ્ય આદેશો કરવા માંગ પણ કરી છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/