મોરબી જિલ્લામાં 15 દિવસ માટે ફરી લોકડાઉન લાગુ કરવા ધારાસભ્યની માંગ

0
613
/
હળવદના ધારાસભ્ય સાબરીયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી

મોરબી : હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ હળવદ સહીત સમગ્ર મોરબી જિલ્લામાં 15 દિવસ માટે લોકડાઉન કરવાની માંગ કરી છે. આ માટે તેઓએ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરી છે.

તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં અને હળવદ તાલુકામાં હાલના તબક્કે કોરોનાના કેસ ઘણી ઝડપથી વધી રહ્યા છે. તો કોરોનાના સંક્રમણની સાયકલને અટકાવવા લોકડાઉન કરવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો આ રજુઆતને ધ્યાને લઈ મોરબી જીલ્લામાં અને હળવદ તાલુકામાં ૧૫ દિવસનું લોકડાઉન આપવા અપીલ કરવામાં આવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/