મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં 163 ઓરડાની અછત

0
55
/

વર્ષ 2018-19માં 40 અને 2019-20માં 35 નવા ઓરડા બનાવાયા : સરકારનો જવાબ

મોરબી : હાલ રમશે ગુજરાત…ભણશે ગુજરાત…વાંચશે ગુજરાત…પણ સુવિધા મળે તો! મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં હજુ પણ 163 ઓરડાની ઘટ હોવાનું ધારાસભ્ય હિંમતસિંહ પરમારે પૂછેલા પ્રશ્નના સત્તાવાર જવાબમાં સરકારે પણ જણાવ્યું છે.

મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે તે અંગે અમદાવાદ બાપુનગર વિસ્તારના ધારાસભ્ય હિંમતસિંહ પરમારે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા સરકારે મોરબી જિલ્લામાં 163 ઓરડાની ઘટ હોવાનો સત્તાવાર જવાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2018-19માં 40 અને 2019-20માં 35 નવા ઓરડા બનાવવામાં આવ્યા છે અને બાકી રહેતા ઓરડા વહેલામાં વહેલી તકે બનાવવામાં પણ આવશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/