મોરબી જિલ્લામાં કાલે ગુરૂવારથી 15 સ્થળોએ 45થી વધુ ઉંમરના લોકોનું વેકસીનેશન કાર્ય શરૂ

0
128
/

દરેક સ્થળોએ 100 લોકોને વેકસીન અપાશે , બે ડોઝ વચ્ચે પણ 12થી 16 અઠવાડિયાનો સમય રાખવા અપીલ

મોરબી : હાલ કોવિશિલ્ડ વેકસીનના બીજા ડોઝનો સમયગાળો 12થી 16 અઠવાડિયા નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે COWIN પોર્ટલ અપડેશનની કામગીરી ચાલુ હોવાથી તેમજ તાઉતે વાવાઝોડાની પરિસ્થિતિ અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ જિલ્લામાં કોરોના રસીકરણ કામગીરી બંધ હતી. હાલ વાવાઝોડાની સ્થિતિ થાળે પડતા આવતીકાલે તા.20ને ગુરૂવારના રોજથી મોરબી જિલ્લામાં વેકસીનેશન શરૂ કરવામાં આવશે.

મોરબી તાલુકામાં સિવિલ હોસ્પિટલ- મોરબી, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર, સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ, સબ સેન્ટર રવાપર ખાતે વેકસીનેશન ચાલશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/