15 કેસ મોરબી તાલુકાના, બાકીના 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 135 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 21 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 365 થઈ ગયા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1242 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 114 દર્દીઓ રિકવર પણ થયા છે.
બીજી તરફ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 54 વર્ષના પુરુષનુ કોરોનાના લીધે મરણ નોંધાયેલ છે. કોરોનાની સાથે તેઓને અન્ય કોઈ બીમારી ન હતી. તેમજ તેમણે કોરોના રસીના એક પણ ડોઝ લીધેલ હતા નહિ. તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
8 ફેબ્રુઆરી, મંગળવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
મોરબી ગ્રામ્ય : 03
મોરબી શહેર : 12
વાંકાનેર ગ્રામ્ય : 01
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 01
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 04
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 21
8 ફેબ્રુઆરી, મંગળવારે રિકવર થયેલા કેસની વિગત
મોરબી તાલુકા : 96
વાંકાનેર તાલુકા : 04
હળવદ તાલુકા : 04
ટંકારા તાલુકા : 08
માળિયા તાલુકા : 02
કુલ ડિસ્ચાર્જ : 114
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide