મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાસંગપરના ખેડૂતોને સહાય

0
154
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] માળીયા તાલુકાના રાસંગપરગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ ભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલમાં PGVCL ની લાઈન નીકળે છે.

જેમાં આગ લાગવાથી ખેતરના ઉભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું જે ફરિયાદને લઈ ખેડૂતો દ્વારા PGVCL તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામા ન આવ્યો હોવાથી ખેડૂતોમાં તંત્રના વલણ સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે આ ખેડૂતોને મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનO ચેરમેન અજયભાઇ લોરીયા એ ખેડૂતોને 25-25 હજારના ચેક આપી આર્થિક સહાય કરી હતી આ તકે જેમાં માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી, ભારદ્વાજ ભાઈ રંગપરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/