મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ રખાયો

0
30
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

જિલ્લા પંચાયતે તમામ તૈયારી બાદ અચાનક જ કાર્યક્રમ રદ રખાયો

મોરબી : મોરબીની નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું આવતીકાલે તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું હતું. પરંતુ આજે છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયું છે.

મોરબી જિલ્લા સેવાસદન ખાતે તૈયાર કરાયેલ નવું જિલ્લા પંચાયત સંકુલ બે વર્ષથી લોકાર્પણની રાહમાં છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલે તા.8 ના રોજ નવનિર્મિત કચેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીની સ્થિતિ જોતા આ ઈ-લોકાર્પણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હોવાનું આજે જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા જાહેર કરાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/