મોરબી : હાલ મોરબીમાં કોરોનાએ કાળો કહેર વાર્તાવાનું શરૂ કર્યું છે અને હવે એક પછી એક રાજકારણીઓને પણ ઝપટે લેવાનું શરૂ કર્યું છે ત્યારે આજે જિલ્લા પંચાયતના સદસ્ય હીરાભાઈ ટમારીયા પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે.
મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી બાદ આજે વધુ જિલ્લા પંચાયત સદસ્ય કોરોનાની ઝપટે ચડ્યા છે ત્રાજપર બેઠકના સદસ્ય હીરાભાઈ ટમારીયા આજે કોરોના સંક્રમિત થયા હોવાનું પોતે જાહેર કર્યું છે, નોંધનીય છે કે આજે તાલુકા પંચાયતના ચાર સદસ્ય ઉપરાંત મોરબી પાલિકાના ઉપ પ્રમુખ પણ કોરોનાની ઝપટે ચડ્યા છે ત્યારે કોરોના કોઈની પણ શહે શરમ ભરતો ન હોવાનું સાબિત થયું છે અને હવે મોરબીની પ્રજાના હિતમાં જાહેર મેળાવાળા અને રસીકરણના સામુહિક દેખાવડા બંધ કરી સંક્રમણ ઘટે તે દિશામાં નક્કર કાર્યવાહી કરવાની સાથે રાજનેતાઓ મોરબીને કોરાના સારવાર માટે વધુ બેડ ઉપલબ્ધ બને તે દિશામાં ગાંધીનગર પ્રેસર કરવું પડશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide