[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની ટર્મ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં પ્રમુખ તરીકે હંસાબેન પારઘી બીન હરીફ અને હીરાભાઈ ટમારીયા બહુમતીથી ચૂંટાય આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની મુદત માટે ભાજપ તરફથી નવા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારઘી અને ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમારિયાના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સમાપક્ષે કોંગ્રેસ તરફથી એક ઉમેદવારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી હતી. આથી આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારઘીની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમારિયા બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide