મોરબી: જિલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ધાંધિયાથી ખેડૂતોને હાલાકી

0
30
/

હળવદ ના માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન શરૂઆતમાં જ સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોએ હોબાળો કર્યો : લલિત કગથરા સહિતના કોંગી આગેવાનો હળવદ દોડી જઇ વિરોધનો મોરચો સાંભળ્યો છે 

મોરબી : આજે મોરબી, વાંકાનેર અને હળવદ એપીએમસી સેન્ટર ખાતે આજથી મગફળી માટેની ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આગામી તા.20 સુધી આ મગફળી માટેની ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. ત્યારે મોરબીનું માર્કેટીંગ યાર્ડ સૌથી મોટું સેન્ટર હોય એમાં ત્રણ મોરબી, માળીયા અને ટંકારા તાલુકાનો સમાવેશ થાય છે. અને આ ત્રણેય તાલુકાના ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે પ્રથમ ‘ગ્રાસે મક્ષીકા’ જેવો ઘાટ ઘડાયો ઘડાયો છે. જેમાં હળવદ માર્કેટ યાર્ડમાં રજીસ્ટ્રેશનના પ્રથમ દિવસે નેટવર્ક ધાંધિયાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

હળવદ માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું હતું. આથી, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. પણ રજીસ્ટ્રેશનની શરૂઆતમાં નેકવર્કના ધાંધિયા થવા લાગ્યા હતા અને કોમ્યુટરમાં સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ શકી જ ન હતી. પ્રથમ દિવસે જ રજીસ્ટ્રેશન ન થતા ખેડૂતો રોષે ભરાયા હતા અને 500થી વધુ ખેડૂતોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ટંકારા વિસ્તારના ધારાસભ્ય લલિત કગથરા હળવદ ખાતે દોડી ગયા હતા. તેમને સરકારની ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા અણધડ આયોજન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે યોગ્ય આયોજન કરવાની માંગ કરી હતી.

મોરબી જિલ્લામાં આજથી શરૂ થયેલી મગફળીની રજીસ્ટ્રેશન પ્રક્રિયા વચ્ચે ખરે ટાંકણે આ કામગીરી સાંભળતા વિલેજ કોમ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. ખાસ કરીને બે વર્ષેથી કમિશન ચૂકવાયું ન હોય આ કમિશન આપવા અને કમિશન પ્રથા નાબૂદ કરી કાયમી પગાર ધોરણ આપવાની માંગ સાથે વિલેજ કોમ્યુટર ઓપરેટરો આજથી હડતાલ ઉપર ઉતારી જતા મગફળીના રજીસ્ટ્રેશનની કામગીરીમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. આથી, ગામડાઓમાં આ કામગીરી બંધ હોવાથી મોટાભાગના ખેડૂતોને દૂર દૂર ગામડેથી મોરબી સુધી ધક્કો ખાવો પડ્યો છે અને મોરબીમાં પણ વહેલી સવારે આવ્યા બાદ પણ બપોર સુધીમાં વારો ન આવ્યો હોવાનો ખેડૂતોએ બળાપો ઠાલવ્યો હતો. કોમ્યુટર ઓપરેટરની હડતાળને કારણે આજે મોરબીમાં સવારે શરૂ થયેલી રજીસ્ટ્રેશનની કામગીરીમાં બપોર સુધીમાં એકની જ નોંધણી થઈ શકી હતી અને આજે પ્રથમ દિવસે બહુ જ ઓછા રજીસ્ટ્રેશન થાય તેવું તંત્ર પાસેથી જાણવા મળ્યું છે. પાંચ કમ્પ્યુટર છે, પણ એક જ કમ્પ્યુટરમાં કોડ હોવાથી આ એક જ કોમ્યુટરમાં નોંધણી કામગીરી થઈ રહેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

અન્ય ચાર કોમ્યુટરમાં પણ કોડ જનરેટ કરવા અને ઝડપથી નોંધણીની કામગીરી કરવા માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી દેવાય હોવાનું તંત્રએ કહ્યું હતું. જો કે અત્યાર સુધીમાં 600થી વધુ ટોકન ખેડૂતોને આપી દેવામાં આવ્યા છે અને હજુ આ ટોકન આપવાની કામગીરી ચાલુ છે. જ્યારે ગઈકાલે પુરવઠા તંત્રએ એવો દાવો કર્યો હતો કે મગફળી માટેની નોંધાણીમાં સ્થળ ઉપર કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે પોલીસ સ્ટાફ હાજર રહેશે. પણ આજે પોલીસ સ્ટાફ સ્થળ ઉપર હાજર જ જોવા મળ્યો ન હતો. આથી, ખેડૂતોની ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર કોમ્યુટરમાં નોંધણીની કામગીરી ન થતા અને આવી જ સ્થિતિ રહી તો નોંધણીની કામગીરી ખૂબ જ ઓછી થવાથી આગામી સમયમાં ખેડૂતોની હાલાકી વધશે. આથી, આ ચારેય કોમ્યુટરમાં નોંધણીની કામગીરી ચાલુ કરવા ઉપરાંત દરેક ગામડાઓમાં પણ આ કામગીરી ચાલુ થાય તે માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી ખેડૂતોએ માંગ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/