મોરબી: જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કાયદાકીય સમજ આપી રીક્ષાચાલકોનો રોષ શાંત પાડ્યો

0
128
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને ડ્રાઈવર-પેસેન્જરે માસ્ક પહેર્યા હશે તો પોલીસ કાર્યવાહી નહીં કરે તેવી એસપીએ આપી ખાત્રી

મોરબી : હાલ પોલીસ તંત્રના ત્રાસ અને ખોટીરીતે પજવણીના કથિત આક્ષેપો સાથે આજે મંગળવારે સવારે રીક્ષા ચાલકોએ હડતાળ પાડી હતી. ગાંધી ચોક, શનાળા રોડ, રવાપર રોડના રિક્ષાચાલકો સૌથી પ્રથમ હડતાળમાં ઉતરતા અન્ય રૂટ પર ચાલતા રિક્ષાચાલકો પણ હડતાળમાં જોડાઈ ગયા હતા.

આ હળતાલી રિક્ષાચાલકો સૌ પ્રથમ જિલ્લા પંચાયતમાં રજુઆત માટે પહોંચ્યા હતા. જો કે બાદમાં તમામ રિક્ષાચાલકો એસપી કચેરીએ રજુઆત માટે ઘસી ગયા હતા. અહીં એસપી એસ.આર. ઓડેદરા સમક્ષ રીક્ષા ચાલકોએ પોલીસ કાર્યવાહીને લઈને રજુઆત કરી હતી. રજુઆતકર્તાઓની વાત સાંભળી એસ.પી.એ. કોવિડ-૧૯ ગાઈડલાઇન્સના નિયમો મુજબ કાર્યવાહી થઈ રહી હોવાનું સ્પષ્ટ જણાવતા અને પેસેન્જરો બેસાડવામાં સોશિયલ ડિસ્ટનસની જાળવણી તેમજ ડ્રાઈવર સહિત પેસેન્જરોએ ફરજિયાત માસ્ક પહેરવું જ પડશે એમ જણાવતા રીક્ષા ચાલકોએ એ અંગે સર્વ સહમતી આપી હતી. આ સહમતી બાદ એસ.પી.એ પણ ખાત્રી ઉચ્ચારી હતી કે નિયમબદ્ધ ચાલતા રિક્ષાચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. એસ.પી. તરફથી મળેલી ખાતરી અને આશ્વાસન બાદ રીક્ષા ચાલકોની હડતાળ શાંતિપૂર્ણ રીતે સમેટાઈ ગઈ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/