ટંકારાના યુવકને રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી અપાઈ રજા : યુવકને 7 દિવસ હોમ આઇસોલેશનમાં રખાશે : મોરબી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નહીં
ટંકારા : ટંકારાના જયનગરમાં એક યુવક કોરોના સંક્રમિત થયો હતો જેને આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતા હાલ મોરબી જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ હવે રહ્યો નથી. આથી કહી શકાય કે મોરબી જિલ્લો હાલ કોરોના મુક્ત બન્યો છે.
ટંકારાના જયનગરમાં રહેતા 38 વર્ષીય ભાવેશભાઈ ધરમશીભાઈ ભાગીયા અમદાવાદથી પરત ફરતા કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. આથી યુવાનને કોરોનાની સારવાર માટે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર બાદ તે કોરોના મુક્ત થઈ જતા આજે યુવાનને રાજકોટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે ટંકારા આવ્યા બાદ યુવાનને 7 દિવસ હોમ આઇસોલેશન રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ચાર કોરોના કેસ નોંધાયા હતા જેમાંથી હાલ એક પણ કેસ હવે સારવાર હેઠળ ન હોવાથી મોરબી જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો છે તેમ કહી શકાય. નાગરિકોની તકેદારી અને તંત્રની મહેનતના કારણે મોરબી હાલ કોરોના મુક્ત બન્યું છે ત્યારે લોકો આગળ જતા પણ સમજણપૂર્વક વર્તે એવી અપેક્ષા બુદ્ધિજીવીઓ રાખી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide