મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહેલ દ્વારા સોશ્યલ ડિસ્ટનસના પાલન સાથે મંદિરો ખુલવા જોઇએ તેવી માંગણી ગુજરાત સરકારને કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે કોરોના કાળની આ કપરી પરિસ્થિતિ સામે માણસ ઝઝુમી રહ્યો છે. ત્યારે માનસિક સ્વાથ્ય જળવાય એ ખુબ જ જરૂરી છે. મંદિર એ માનસિક શાંતિ માટે આગવું સ્થાન છે. ગુજરતમાં પાન-માવા-ચા તથા બેન્કો અને રાશનની દુકાનોમાં લાંબી કતારો જોવા મળે છે. જ્યાં પોલિસ દ્વારા ફરજ પડાવવામાં આવે છે છતા વારંવાર કાયદાનો ભંગ થતો જોવા મળે છે. આથી, ઉલટું મંદિરોમાં જતો માણસ પોતાનિ શિસ્ત જાળવે જ અને નિયમોનું પાલન કરે જ તેવુ તેઓનું કહેવું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide