જિલ્લાના સ્ત્રી-પુરુષ મળી સરપંચ માટે 3.49 લાખ અને સભ્યો માટે 2.36 લોકો મતદાન કરશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાવાની હોય આ ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણી તંત્રએ સ્થાનિક લેવેલે તમામ તૈયારીઓ કરી લીધી છે. મતદાન મથક, પોલીગ સહિતનો સ્ટાફ અને કુલ મતદારો તેમજ ચૂંટણી લડતા ઉમેદવારો વિશે સ્પષ્ટ માહિતી જાહેર કરી છે. જેમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનતા હવે મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે 504 અને સભ્યો માટે 2210 ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે.
મોરબી જિલ્લામાં 19 ડિસેમ્બરે 195 સરપંચની સીટ અને 1048 સભ્યોની બેઠક માટે મતદાન થનાર છે. જેમાં 195 સરપંચની સીટ માટે 504 અને 1048 સભ્યોની બેઠક માટે 2210 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકામાં 48 સરપંચની બેઠક માટે 124 ઉમેદવાર અને 235 વોર્ડ માટે 564 ઉમેદવાર, ટંકારા તાલુકામાં 21 સરપંચની બેઠક માટે 46 ઉમેદવાર અને 133 વોર્ડના સભ્યો માટે 245 ઉમેદવાર, હળવદ તાલુકામાં 45 સરપંચની બેઠક માટે 123 ઉમેદવાર અને 269 સભ્યો માટે 469 ઉમેદવાર, વાંકાનેર તાલુકામાં 62 સરપંચની બેઠક માટે 167 ઉમેદવાર અને 331 સભ્યો માટે 717 ઉમેદવાર, માળીયા (મી) તાલુકામાં 19 સરપંચની બેઠક માટે 44 ઉમેદવાર અને 100 વોર્ડના સભ્યો માટે 215 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામી રહ્યો છે.જ્યારે જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યો માટે પુરુષ 1,23,266 અને સ્ત્રી 1,13,354 મળી 2,36,620 મતદાતાઓ તેમજ સરપંચ માટે પુરુષ 1,69,048 અને સ્ત્રી 1,64,206 મળી કુલ 3,49,237 મતદાતાઓ મતદાન કરશે.
મતદાન માટે 2314 પોલીગ સ્ટાફ સજ્જ
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે અને મતદાન માટે પોલીગ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જેમાં 2314 પોલીગ સ્ટાફ મતદાન માટે સજ્જ બન્યો છે. આ સ્ટાફમાં 74 આર.ઓ.નો સમાવેશ થાય છે.
રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર પણ ફાળવાયા
મોરબી જિલ્લાની ગ્રામની ચૂંટણી માટે રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર પણ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. જેમાં મોરબી માટે રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ-ઘુંટુ, ટંકારા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય, વાંકાનેરના અમરસિંહજી હાઇસ્કુલ, હળવદમાં મોડેલ સ્કૂલ, માળીયામાં મોટી બરાર ખાતેની મોડેલ સ્કૂલ રાખવામાં આવેલ છે. આ સ્થળોએ જ મતગણતરી પ્રક્રિયા પણ હાથ ધરાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide