મોરબીમાં ST ના 342 માંથી 244 રુટ રાબેતા મુજબ શરુ

0
72
/

એક બસમાં 32 મુસાફરોને બેસાડવાની સરકારની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ : શાળાઓ બંધ હોવાથી હાલ વિધાર્થીઓ માટેની 118 રૂટ બંધ

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે એસટી બસો શરૂ કરવામાં આવી હતી અને અનલોક લાગુ થયા બાદ મોરબી જિલ્લામાં મોટાભાગની એસટી બસો શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના પણ મોટાભાગના રુટ શરુ કરવામાં આવ્યા છે. હાલની મોરબી જિલ્લાની એસટીની રૂટની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લામાં એસટીના 342 માંથી 244 રૂટો રાબેતા મુજબ ચાલુ છે અને એક બસમાં 32 મુસાફરોને બેસાડવાની સરકારની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.

મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ સમગ્ર મોરબી જિલ્લાની હાલની એસટી રૂટ અંગે જણાવ્યું હતું કે ,હાલ મોરબી જિલ્લાના એસટીના મોટાભાગ રૂટ રાબેતા મુજબ ચાલુ છે.મોરબી જિલ્લાની કુલ એસટીની 342 રૂટ છે.એમાંથી 118 વિધાર્થીઓની રૂટ બંધ છે.બાકીના 244 રૂટ ચાલુ છે.આમ શહેર અને ગામડાઓમાં જુના ટાઈમ ટેબલ પ્રમાણે નાઈટ હોલ્ટ સાથે એસટી સેવા ચાલુ છે.ખાસ કરીને કોરોનાને લઈને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મુસાફરોની 60 ટકા કેપેસિટી હોય એક બસમાં 32 જ મુસાફરોને બેસાડવામાં આવી રહયા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/