ધો.10ની 11776 વિદ્યાર્થીઓએ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની 1481 વિદ્યાર્થીઓએ તેંમજ ધો.12 સામાન્ય પ્રવાહની 4434 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજથી ધો. 10-12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ શરૂ થઈ હતી. જેમાં આજે પ્રથમ પેપરમાં જ મોરબી જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 325 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ધો.10ની 11776 વિદ્યાર્થીઓએ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની 1481 વિદ્યાર્થીઓએ તેંમજ ધો.12 સામાન્ય પ્રવાહની 4434 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
મોરબી જિલ્લામાં આજથી શરૂ થયેલી ધો. 10, 12 બોર્ડની પરીક્ષા માટે કુલ 20570 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાં ધો. 10ના પરીક્ષાના આજે પ્રથમ પેપરમાં 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આ ગેરહાજર વિદ્યાર્થીઓમાં મોરબીના સૌથી વધુ 157, હળવદના 56, વાંકાનેરના 42,ટંકારાના 24, માળીયાના 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.10ના પ્રથમ પેપરમાં જિલ્લાના 12066 માંથી 11776 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ હાજર રહેલા વિદ્યાર્થીઓમાં મોરબીના 5145, હળવદના 2575, વાંકાનેરના 2094 અને માળીયાના 575 તેમજ ટંકારાના 1377 અને સંસ્કૃતના 10 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide