મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોનો તૈયાર માલ પણ વાવાઝોડાની ઝપટે ચડી ગયો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ઓણસાલ ખેડૂતોએ ગત વર્ષ કરતા પણ વધુ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વાવાઝોડાની અસર તળે ફુંકાયેલા જોરદાર પવન અને વરસાદને કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોએ વાવેલ તલ, બાજરી, જુવાર, અળદ અને મગ સહિતના પાકને અંદાજે 50 ટકાથી વધુ નુકશાન પહોંચ્યું છે. બીજી તરફ નુકશાનીનો તાગ મેળવવા ગ્રામસેવક દ્વારા ગામે-ગામ સર્વે પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 10792 હેક્ટર જમીનમા ઉનાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 682 હેક્ટરમાં બાજરી, 399 હેક્ટરમાં મગ, 1015 હેક્ટરમાં અડદ, 1015 હેક્ટરમાં મગફળી, 2479 હેકટર જમીનમાં તલ, 1067 હેક્ટરમાં શાકભાજી અને 4445 હેકટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું હતું અને હાલમાં મોટાભાગના ખેડૂતોનો ઉનાળુ પાક તૈયાર થઇ ગયો હતો પરંતુ છેલ્લા બે દિવસમાં વાવાઝોડાની અસરને કારણે મોરબી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide