રાજય ચૂંટણી આયોગે 2 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અનામત, સામાન્ય બેઠક અંગે પણ આદેશ કર્યો
મોરબી : તાજેતરમા કોરોના મહામારી વચ્ચે યોજાઇ રહેલી મોરબી વિધાનસભાની પેટા ચુંટણી સાથે સાથે હવે રાજય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગેની તૈયારી તેજ કરી દીધી છે. તાજેતરમાં મોરબી જીલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ 5 તાલુકા પંચાયતની સંભવિત સીમાંકન અને અનામત સામાન્ય બેઠક અંગેની યાદી જાહેર કરી વાંધા અને સુચનો મગાવ્યા હતા. જેની મુદત પૂર્ણ થયા બાદ આવેલા વાંધા અને સુચનાને આધારે મોરબી જિલ્લા પંચાયત તેમજ મોરબી અને વાંકાનેર તાલુકા પંચાયતના મતદાર મંડળની રચના અનામત બેઠક સામાન્ય બેઠક તેમજ ફાળવણીનો આખરી આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયતની વાત કરીએ તો 2011ની વસ્તી મૂજબ કુલ 24 બેઠક જાહેર કરાઈ છે. જેમાં 50 ટકા મહિલા અનામત મુજબ 12 બેઠક મહિલાઓને ફાળવવામાં આવી છે. આ 12 બેઠકમાં 10 સામાન્ય વર્ગ મહિલા જયારે 1 અનુ. જાતિ અને 2 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં ફળવાઇ છે. તો બાકીની 12 બેઠકમાં 9 સામાન્ય 1 અનુ. જાતિ, 1 અનુ. આદિ જાતિ અને 1 સામાજિક આર્થિક શૈક્ષણિક વર્ગ માટે જાહેર કરેલ છે.
આ જ રીતે તાલુકા પંચાયતની વાત કરીએ તો મોરબી તાલુકા પંચાયતની કુલ 26 બેઠક છે. જેમાં 13 બેઠક મહિલા અનામત રહેશે. 13 તાલુકા પંચાયતમાં 10 સામાન્ય મહિલા 1 અનું. જાતિ મહિલા 2 સામાજિક શૈક્ષણિક વર્ગ માટે ફાળવણી કરી છે. તો બાકીની 13 બેઠકમાં 2 અનુ.જાતિ, 1 અનુ. આદિજાતી અને એક સામાજિક શૈક્ષણિક વર્ગ જ્યારે 9 બેઠક સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી છે.
વાંકાનેર તાલુકા પંચાયત મુજબ જોઈએ તો વાકાનેર તાલુકા પંચાયતમાં 24 બેઠક ફાળવાઇ છે. જેમાંથી 12 મહિલા અનામત છે. જેમાં 10 સામાન્ય 1 અનુ.જાતિ અને 1 સામાજિક શૈક્ષણિક વર્ગ માટે રાખવામા આવી છે. જ્યારે બાકીની 12 બેઠકમાં 10 સામાન્ય 1 અનુ.આદિ જાતિ અને એક સામાજિક શૈક્ષણિક વર્ગ જાહેર કરવામા આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંભવિત સીમાંકન વખતે ત્રાજપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકમાં સુધારો કરવા વાંધા અરજી પણ થઈ હતી. જો કે સીમાંકન બેઠક યથાવત રાખવા બીજી એક અરજી કરાઈ હતી. આખરી આદેશમાં પણ અગાઉ કરાયેલા સીમાંકન યથાવત રાખવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide