દૈનિક કેસની સંખ્યામાં બમણો ઉછાળો : મોરબી શહેરમાં હાઈએસ્ટ 58 કેસ નોંધાયા : જિલ્લામાં 25 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાએ સદી ફટકારી છે. આજે નવા કેસની સંખ્યા ડબલ થઈને 102 એ પહોંચી છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 34 કેસ નોંધાયા છે.આ સાથે જિલ્લામાં આજે 25 દર્દીઓ સાજા પણ થયા છે.
મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 1795 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 102 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં 58 કેસ, મોરબી ગ્રામ્યમાં 27, વાંકાનેર શહેરમાં 9, વાંકાનેર ગ્રામ્યમાં 3, હળવદ શહેરમાં 1, હળવદ ગ્રામ્યમાં 1, ટંકારા ગ્રામ્યમાં 2, માળિયા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.
વધુમાં આજે મોરબી જિલ્લામાં કુલ 25 દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી 20, ટંકારા તાલુકામાંથી 4 અને માળિયા તાલુકામાંથી 1 દર્દી સાજા થયા છે.
કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 6912 કેસ નોંધાયા છે. આજ દિવસ સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6254 છે. હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 317 છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide