477 લોકોએ પ્રિકોશન ડોઝ અને 377 બાળકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
મોરબી : હાલ મોરબી આજે 218 સ્થળોએ વેકસીનેશન કેમ્પ યોજાનાર છે. જેમાં 40 હજાર જેટલા ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે આજ રોજ જિલ્લામાં 477 લોકોએ પ્રિકોશન ડોઝ અને 377 બાળકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોના સામે એકમાત્ર હથિયાર ગણાતા એવા વેકસીનેશન ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં આવતીકાલે 218 સ્થળોએ વેકસીનેશન કેમ્પ યોજાવાના છે. આ કેમ્પમાં 40000 જેટલા ડોઝનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. બીજી તરફ આજરોજ જિલ્લામાં 45થી વધુ ઉંમરના 966 લોકો, 18થી 44 વર્ષના 3438 લોકો, 15થી 18 વર્ષના 377 બાળકોને રસી આપવામાં આવી છે. તેમજ 477 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. આમ આજે કુલ 5258 લોકોને રસી આપવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide