મોરબી : તાજેતરની વિગતોનુસાર મોરબી જિલ્લાના અમુક સબસ્ટેશનમાં આગામી ડિસેમ્બર માસમાં અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી અમુક 66 કેવી અને 11 કેવી ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
તા. 1 ડિસેમ્બરને બુધવારે 66 કેવી રાતવીરડા-1, 66 કેવી માટેલ અને 66 કેવી માટેલ-2 સબ સ્ટેશન તથા EHV Consumer Diyan અને Spentoમાંથી, તા. 8ને બુધવારે 132 કેવી વઘાસીયા સબસ્ટેશન અને EHV Consumer Quotoneમાંથી, તા. 15ને બુધવારે 66 કેવી ભોજપરા, 66 કેવી લુણસર, 66 કેવી મંડલાસર સબસ્ટેશન, તા. 22ને બુધવારે 66 કેવી લીંબાડા, 66 કેવી રાતવીરડા-2, 66 કેવી રાજગઢ અને 66 કેવી માટેલ સબસ્ટેશનમાંથી, તા. 29ને 66 કેવી મહીકા સબસ્ટેશનમાંથી તેમજ તા. 30ને ગુરુવારે 66 કેવી દલડી અને 66 કેવી થાન સબસ્ટેશનમાંથી સવારે 8થી સાંજે 4 કલાક સુધી વિજ પુરવઠો બંધ રહેશે. તેમ કાર્યપાલક ઇજનેર (પ્રવહન), વિભાગીય કચેરી, મોરબીની નોટિસમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide