મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે 1557ની અટકાયત કરાઈ

0
124
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જિલ્લાના 592 માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે અગાઉ કલેકટર દ્વારા જિલ્લાના તમામ હથિયાર ધરકોને નિયત સમયમાં પોતાના હથિયારો નજીકના પોલીસ મથકમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં હાલ કુલ 592 લોકો હથિયારોનો પરવાનો ધરાવે છે.ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે હથિયારો જમા કરવાનો આદેશ થતા અત્યાર સુધીમાં જિલ્લાના 592 માંથી 576 પરવાનેદારોએ હથિયારો જમા કરાવ્યા છે. અને 3 જેટલા હથિયાર ધરકોને હથિયારો જમા કરવાનું બાકી છે. જ્યારે પરમિશન લીધી હોય એવા અને હથિયારો જમા ન કરવાના હોય એવા 13 હથિયાર ધારકો છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસે ચૂંટણી સંદર્ભે 1557 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/