મોરબી : હાલ મોરબી જિલ્લામાં પણ કોરોનાના કેસો હવે ઘટી રહ્યા હોય રાજ્ય સરકારની સુચનાના પગલે મીની લોકડાઉન હટી ગયું છે. હવે દુકાનો સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ અંગે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે 28 મે સુધી અમલમાં રહેવાનું છે. આ જાહેરનામામાં શુ ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તેની જે માહિતી જાહેર કરવામાં આવી છે. તે નીચે મુજબ છે.
શુ ખુલ્લું રહેશે, શુ બંધ રહેશે?
તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
રેસ્ટોરન્ટ સવારના 9 કલાકથી રાત્રીના 8 કલાક સુધી ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધાથી ચાલુ રાખી શકશે.
અઠવાડિક ગુજરી / બજાર/ હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટર ( ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ- બગીચા, મનોરંજક સ્થળો, જિમ, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.
અંતિમક્રિયા/ દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક. સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ, એટીએમ/ સીડીએમ, રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકર, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહિ.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/ સ્પોર્ટ્સ સ્ટેડિયમ/ સ્કૂલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide