મોરબી: ‘દો બુંદ જિંદગી કે’ : કોરોના કાળ બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં 17મીએ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાશે

0
58
/
આરોગ્ય વિભાગે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે 512 બુથમાં વ્યવસ્થા કરી, અંદાજે 1.52 લાખ જેટલા બાળકો લાભ લેશે

મોરબી : તાજેતરમા ‘દો બુંદ જિંદગી કે’ સૂત્ર સાથે દેશના બાળકોને પોલિયો મુક્ત કરાવવા સરકારની પોલિયોના ટીપાં પીવડાવવાની ઝુંબેશ વર્ષોથી ચાલી રહી છે. પણ આ ઝુંબેશને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. કોરોના કાળમાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી સદંતર બંધ હતી. પણ હવે કોરોના ધીમો પડતા બાળકોને ફરી પોલિયોની રસી પીવડાવવાનું મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે બાળકોને પોલિયો ટીપાં પીવડાવવા માટેની તૈયારીઓ કરી લીધી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનાની 17 તારીખે પોલિયો રવિવાર તરીકે ઉજવણી કરવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી પૂર્વ તૈયારી મુજબ 17 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના 1,52,457 બાળકોને પોલિયોના ટીપાં પણ પીવડાવવામાં આવશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/