મોરબીમાં હંમેશાં જીવદયાપ્રેમી અને યુવાનો દ્વારા સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા અનેક રેસ્ક્યુ કરી પોતાનો જીવ જોખમમાં નાખી અબોલ જીવ, પક્ષી, પંખીઓને બચાવી માનવતા મહેકાવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાનાભાઈ દાબેલીવાળા કોમ્પલેક્સમાં લિફ્ટ માટેના ૧૨ ફૂટના ઊંડા ખાડામાં એક બીલાડી ૩ દિવસથી પડી ગય હોવાની જાણ થતાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા ત્યાં જઈને બિલાડીને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ બે માળ સુધી કચરાનો ઢગલો હોવાના કારણે સીડી લઈને નીચે ઉતરવું શક્ય ન હોવાના કારણે કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુભાઇ પટેલ પોતે કમરમાં દોરડા બાંધીને પોતાનો જીવ જોખમમાં મુકી નીચે ઉતરી બિલાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી જુઓ VIDEO…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide