મોરબી : હાલ સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભૂકંપના આંચકા નોંધાવવાનો સિલસિલો યથાવત છે ત્યારે આજે વહેલી સવારે મોરબીમાં પણ ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
આજે સોમવારે વહેલી સવારે સિસ્મોલોજી સેન્ટરમાં સૌરાષ્ટ્રના વિવિધ બે ક્ષેત્રોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. વહેલી સવારે ઠંડીની મોસમમાં લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા જ્યારે ગૃહિણીઓ દિવસના શરૂઆતી ગૃહકાર્યમાં વ્યસ્ત હતી ત્યારે જ સવારે 6:57 કલાકે મોરબી ક્ષેત્રમાં 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. મોરબીથી 24 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં તેનું કેન્દ્રબિંદુ પણ નોંધાયું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide