મોરબી : મોરબીના શનાળા ગામ પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવકને આજે વહેલી સવારે ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા શનાળા ગામ પાસેના ગોકુલનગર વિસ્તારમાં રહેતા મહાદેવભાઇ હંસરાજભાઈ ડાભી (ઉ.વ. 27)ને આજે સવારે 4 વાગ્યા આસપસ તેમના સસરાની વાડીમાં ઇલેક્ટ્રીક કામ કરતી વખતે શોટ લગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ આદરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide