મોરબી: અકસ્માતમાં પોલીસકર્મીની નજર સામે જ પત્નિનું મોત

0
73
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરમા મોરબીના હરીપર કેરાળા નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવાને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા એકટીવામાં સવાર પોલીસકર્મીના પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા પોલીસબેડામાં શોક વ્યાપી ગયો છે

મોરબીની સીટી પોલીસ લાઈનમાં રહેતા અને પોલીસમાં ફરજ બજાવતા રમેશગીરી ગોસાઈ તેના પત્ની સાથે એકટીવામાં માતાજીના દર્શન અર્થે ગાળા ગયા હતા ત્યાંથી પાછા આવતી વખત અજાણ્યા વાહને એકટીવાને ઠોકરે ચડાવ્યું હતું જે અકસ્માતમાં એકટીવા ચાલક રમેશગીરી ગોસાઈને ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયારે પોલીસકર્મીની રમેશગીરી ની નજર સામે પત્ની હર્ષાબેન ગોસાઈનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું તો અકસ્માત કરી અને વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ અકસ્માતનો ગુન્હો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/