મોરબી: ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા યુવાનનું સારવારમાં મોત

0
96
/

મોરબી : હાલ મોરબીમાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવારમાં મોત થયું હતું.

આ સમગ્ર બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મોટી કેનાલ સરદાર નગર-૩ માં રહેતા સુરેશભાઇ દેવકરણભાઇ ડાભી (ઉ.વ. ૩૮) એ ગત તા.૨૯/૧૧/૨૦૨૦ ના બપોરના બે વાગ્યના અરસામાં કોઇ કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી જતાં પ્રથમ સારવાર મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ક્રીષ્ના હોસ્પીટલ અને ત્યાંથી સાર્થક હોસ્પીટલ રાજકોટ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મોરબી એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/