મોરબી શહેરમાં રહેતા મહિલા ગાયક કલાકાર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને માળિયાના સલીમ નામના શખ્સ દ્વારા મહિલા ગાયક કલાકારને સંગીતના કાર્યક્રમમાં સાથે લઇ જવાનું કહીને તેના ઘરેથી લઇ જવામાં આવી હતી અને બાદમાં ગુંગણ ગામની સીમમાં મહિલા ગાયક કલાકાર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ કલાકારની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા મહિલા ગાયક કલાકારને ગત ૧૯મી તારીખના રોજ માળીયા શહેરમાં રહેતાં સલીમ મીયાણા નામનો શખ્સ સંગીતના કાર્યક્રમમાં જવાનું છે એવું કહીને સ્કોર્પિયો ગાડીમાં સાથે લઈ ગયો હતો ત્યારબાદ સ્કોર્પિયો ગાડીમાં બેઠેલ મહિલા ગાયક કલાકારને છરી બતાવીને સલામે ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ રાત્રિના અંધારામાં ગુંગણ ગામની સીમ બાજુ સ્કોર્પિયો ગાડીને લઈ જવામાં આવી હતી અને જ્યા મહિલા ગાયક કલાકારની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ મહિલા ગાયક કલાકારએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી સલીમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide