મોરબી ફાયર સ્ટેશનમાં દુર્ઘટના : ગાડી ચાલુ થઈ જતા બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત

0
182
/
રૂટિન ગાડીના ચેકઅપ માટે બહાર ઉભા રહી ફાયરની ગાડીને સેલ્ફ મારતા ગાડી ડ્રાયવર વગર દોડવા લાગતા દુર્ઘટના સર્જાઈ

મોરબી : મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશનના પાર્કિગમાં રહેલી ફાયરની ગાડીની સાફ સફાઈ વખતે રૂટિન ચેકઅપ માટે સેલ્ફ મારી ચાલુ કરાઈ હતી. પરંતુ ગાડી ગેરમાં હોવાથી ડ્રાઇવર વિના જ ચાલતી થઈ ગઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓને ઇજા પહોંચી છે. જોકે અન્ય ફાયર સ્ટેશનના કર્મચારીઓ આ મામેલે સતર્કતા દાખવીને સમગ્ર મામલો કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ નિત્યક્રમ મુજબ ફાયરની ગાડી સાફ કરીને કિશન બીપનભાઈ ભટ્ટ નામના કર્મચારીએ મીની ફાયરની ગાડીમાં સેલ્ફ મારીને સ્ટાર્ટ કરી રહ્યો હતો. જોકે ગાડી ગેરમાં હતી.આ બાબતની આ કર્મચારીને ખબર ન હતી. આથી આ કર્મચારીએ ગાડીને સેલ્ફ મારતા જ ડ્રાઇવર વિના ગાડી સ્ટાર્ટ થઈને ચાલતી થઈ ગઈ હતી.આ ગાડી ચાલતી થઈ જવાથી કિશન ભટ્ટ પીલોર સાથે દબાઈ ગયો હતો એને બચાવવા જતા વસીમ નૂરમામદ મેમણ ઉ.વ.26 ને ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે ફાયર સ્ટેશનના અન્ય કર્મચારીઓએ સમયસર સતર્કતા દાખવીને ગાંડીને ઉભી રાખી દેતા મોટી દુર્ઘટના સહેજમાં બચી હતી. જ્યારે બન્નેને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/