મોરબીની મચ્છીપીઠ પાસે બે જૂથ વચ્ચે તકરાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

0
412
/
બંને જૂથ સામે સામે પથ્થરમારો કરતા થોડીવાર અફડાતફડી મચી ગયેલ હતી

મોરબી : મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં આજે સાંજે બે જૂથ અથડામણ થઇ હતી અને એક બીજા પર પથ્થરમારો થતા થોડીવાર અફડાતફડી મચી ગઇ હતી. જો કે પોલીસે સમયસર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવી હાલ આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી મચ્છીપીઠ વિસ્તારમાં બે જૂથ વચ્ચે જૂની અદાવત મામલે માથાકૂટ થયા બાદ બંને જુથ સામસામે આવી ગયા હતા. અને એકબીજા પર સોડા બોટલ પથ્થરમારો કરતા આ વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. જો કે ઘટના અંગે જાણ થતાની સાથે જ મોરબી એ ડિવિઝન પીઆઇ આલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવાના આવ્યો છે. જો કે આ માથાકૂટમાં કોઈને ગંભીર ઈજા થયાની હજુ કોઇ વિગતો મળી નથી. હાલ પોલીસે બનાવ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/