મોરબી : પાંચ વર્ષની સજામા ફરાર આરોપી આરીફ મીર માળિયાની ભીમસર ચોકડી પાસેથી ઝડપાયો

0
193
/

મોરબી: તાજેતરમા મોરબી સેશન્સ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા પામેલ આરોપી આરીફ મીર ફરાર હોય જેને એલસીબી ટીમે માળિયા ભીમસર ચોકડી પાસેથી ઝડપી લીધો છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી આરીફ ગુલામ મીર વર્ષ ૨૦૧૧ માં રાજ્ય્સેવક પર હુમલો કરવાના ગુન્હામાં મોરબી ચીફ કોર્ટમાં કેસ ચાલી જતા વર્ષ ૨૦૧૮ માં આરોપી અને તેના બે સાગરિતને બે વર્ષની સજા થયેલ જે સજા સામે સેશન્સ કોર્ટ મોરબી ખાતે અપીલ કરતા સેશન્સ કોર્ટે એક આરોપીની સજા માફ કરી આરીફ મીરને પાંચ વર્ષની સજા કરી હતી આરોપી નાસતો ફરતો હોય જેથી ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલ હોય
એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમને મળેલ બાતમીને પગલે આરીફ ગુલામ મીર સફેદ કલરની ક્રેટા કાર લઈને અમદાવાદ તરફથી માળિયા થઇ મોરબી આવતો હોય જે બાતમીને પગલે વોચ ગોઠવી હતી અને માળિયા ભીમસર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપી મોરબી શનાળાના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા વચ્ચે દુશ્મનાવટ ચાલતી હોય જેમાં વર્ષ ૨૦૧૭ માં પકડાયેલ આરોપીના ભાઈ મુસ્તાક મીરનું ખૂન થયેલ અને વર્ષ ૨૦૧૮ માં આરોપી પર જીવલેણ હુમલો થયો હતો

ઝડપાયેલ આરીફ મીર સામે રાજ્ય સેવક પર હુમલો ઉપરાંત ખૂન, ખૂનની કોશિશ, દારૂ, મારામારી અને રાયોટીંગ સહીત ૨૪ ગુન્હા નોંધાયા છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/